અંધકારથી ડરીશ નહીં

.
.
અંધકારથી સહેજ પણ ગભરાઈશ નહીં :
મારા હાથથી તારા ચહેરાને ઢાંકી દે,
તારી વેદના અને આનંદ મારી આંખોને સોંપી દે,
તારા વિજયને આપણાં બાહુપાશમાં લપેટી દે,
મારા લય્તાલમાં તારા સવારના સ્પંદનોને વણી લે.
.
.
આજે પ્રકાશ આપણને કનડે છે, ધિક્કારથી એ ઈજા પહોંચાડે છે,
આવા પ્રદૂષિત પ્રકાશની કોઈને નથી પડી.
હવે તો કેવળ અંધકાર જ ચોખ્ખોચણક છે.
મારા હાથથી તારા ચહેરાને ઢાંકી દે.
.
.
– વિષ્ણુ દે
(ભાષા: બંગાળી)
(અનુવાદ: સુરેશ દલાલ)