પ્રેમ

.
.
તારી નજર મારી આંખો સામેથી હટાવી લે
જ્વાળાને આસમાની વાદળથી ઢાંકી દે
તારી આંખનો પોકાર
ભરતીવાળા સંગીતને જગાડે છે.
તારી નિહારિકા જેવી આંખો મારા ગ્રહનક્ષત્ર જેવા જીવનમાં
નર્તનશીલ ચકરાવો જગાડે છે.
મારું જીવન દોડે છે, તારી આંખોના સાદે,
હાંફતું, જીવનના પંથે આંખો અચળ રાખીને
તારી આંખોને મારી નજરથી દૂર કર.
.
.
પૃથ્વીની ગતિ અટકે,
અચાનક અને વિશ્વની સરહદે
દુનિયાને છેડે, ધૂંધળા કિનારે,
શૂન્યતાના આકાશની ધારે,
મારી દોડ અટકે, અને અચકાય
મારા આત્મામાં મૃત્યુની ગંધ સાથે.
.
.
તારું મુખ ઢાંકી દે,
તારી મીટ ફેરવી લે, હું તને વીનવું છું.
મારી જૂનીપુરાણી ધરતીને છોડી
શૂન્યની લહેરોમાં ઝાબોલાવું
આ અણજાણ, આ ગૂઢ અંધકારમાં
તારા સાદ પર હમેશા આવતા પક્ષી જેમ!
કઈ આશા પર અને ક્યાં?
તારી સિતારા જેવી આંખોને દૂર લઇ જા.
આસમાની વાદળમાં જ્વાળાને છુપાવી દે.
.
.
– વિષ્ણુ દે
(ભાષા: બંગાળી)
(અનુવાદ: જ્યોત્સના તન્ના)

Advertisements