આરામખુરશી


.
.
તારા વરંડામાં ગોઠવેલી આરામખુરશી મેં જોયેલી,
તારા વરંડામાં સો પાવરનો બલ્બ –
બહારના રસ્તા પર અંધારું.
ચાલતી હતી અંધારાના રસ્તા પર – ઈચ્છાને કાબૂમાં રાખતી.
તારા વરંડામાં લીલી આરામખુરશી, ઝગમગતો પ્રકાશ.
અને સફેદ કવર હતું આરામખુરશીને માથે.
.
.
તે દિવસથી મારું કોઈ ઘર નથી.
હું બની ગઈ છું એક વહાણ, જેનું કોઈ બંદર નથી.
હું ઝંઝાવાતના સાગરમાં તે દિવસથી ઘૂમરી ખાતી રહી છું.
સફેદ કવરવાળી આરામખુરશી જોયા પછી –
તારો ઝગમગતા પ્રકાશવાળો વરંડો જોયા પછી –
તારા નિવાસસ્થાન સિવાય મારું બીજું કોઈ
નિવાસસ્થાન નથી.
મારી બીજી કોઈ આકાંક્ષાય નથી.
.
.
– રાજલક્ષ્મી દેવી
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલીની માડગાંવકર)

Advertisements

One thought on “આરામખુરશી

  1. હું બની ગઈ છું એક વહાણ, જેનું કોઈ બંદર નથી.
    હું ઝંઝાવાતના સાગરમાં તે દિવસથી ઘૂમરી ખાતી રહી છું.

    ખુબ સરસ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s