વસંતે વસંતે


.
.
જો પ્રેમ એટલો બધો સરળ હોત તો તો
યુવાનીએ એક એક ઊછળતા, ચેતનવંતા તરંગોને
માટી ઠરેલા સ્થિર બનાવ્યા હોત.
પરંતુ પ્રેમ એ કઈ વધેલો છોડ નથી કે
જેને ઊંચકીને સાર્થક બનાવતા રોપી શકાય –
આંખો મીંચીને ગમે તે બાજુએ છસાત ડગલાં
ચાલી શકાય.
જોકે પ્રેમને નામે મીઠાં-કડવાં-તૂરાં સ્વાદનાં
વિવિધ ફળો કલ્પવૃક્ષ પર ફાળે છે. સહેલાઈથી
જેને મેળવીને મધમાખીની જેમ ટોળે વળી પહોંચી શકાય –
ભાન ભૂલીને નાચી શકાય – આવો એનો
નિતનવો ઓચ્છવ.
.
.
ભ્રાન્તિ સ્વર્ગની જુદી જુદી ઋતુઓ નથી હોતી.
પાછળથી કવિઓ જ વિશિષ્ટ ભાગ્યબલિહારીથી
સ્થાયી વસંત-બહારને મેળવતા હોય છે.
એની હેમંતઋતુમાં પાંદડા ખરતાં નથી,
એક ઝાટકે શિયાળો વીતી જાય છે,
જન્મજન્માંતરમાં વ્યાપેલો પ્રેમ –
દૂર દૂરનો આભાસ – ચંચળ ચિત્રો.
વસંતે વસંતે એને સાદ પાડી બોલાવે છે
રાગ જોગિયા અને ભૈરવી.
.
.
– રાજલક્ષ્મી દેવી
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલીની માંડગાંવકર)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s