જાગીને જોયું


.
.
હું જાગ્યો અને જોયું તો સવારના પહોરમાં એનો પત્ર.
શું કરે છે એ હું જાણતો નથી, કારણ કે હું વાંચી શકતો નથી.
.
.
શાણા માણસોને હું એકલા છોડી દઈશ એમનાં પુસ્તકો
સાથે, એમને હું મુશ્કેલીમાં નહીં મૂકું, કારણ કે
અહી કોને ખબર છે કે એ લોકો પત્રને પામી
શકશે કે નહીં :
.
.
હું પત્રને મારા આંખ-માથા પર ચડવું છું
અને હૃદય-સરસો ચાપું છું.
.
.
જયારે રાત ગાઢ-પ્રગાઢ થાય છે
અને પછી એક એક તારો પ્રકટે છે ત્યારે
પત્રને ખોળામાં પાથરીને હું મૂગો રહું છું.
.
.
પર્ણોની મર્મર મને મોટેથી વાંચી સંભળાવશે
ધસમસતું વહેતું ઝરણું એનો મંત્ર જપશે અને
સાત શાણા સપ્તર્ષિઓ આકાશમાંથી મને
ગાઈ બતાવશે.
.
.
હું જે શોધું છે તે મળતું નથી, હું જે શીખું છું
તે સમજાતું નથી, પણ આ વાન્બંધાયેલા
પત્રે મારો ભાર હળવો કર્યો અને મારા
વિચારોનું ગીતમાં રૂપાંતર કર્યું.
.
.
– રવીન્દ્રનાથ ટાગોર
(ભાષા: બંગાળી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements

2 thoughts on “જાગીને જોયું

  1. ખૂબજ સરસ રચના માણવા મળી આભાર આપનો
    ભરત ચૌહાણ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s