સ્પંદન

.
.
હું તને ચાહું છું કે નહીં એમ પૂછે છે?
શું સાંભળવું છે –
‘હા, હા, તારા વગર હું જીવી…’
ના, ના
એવું બધું કાંઈ નહીં,
હું જાણું છું હું તારા વગર પણ જીવીશ.
મારું શરીર મૂળ વિચ્છેદાયેલા મનીપ્લાન્ટની  જેમ વળગી રહેશે
પકડી રાખશે ફૂલદાનીને, અને
તારી આનંદભરી ફૂલપર્ણઘટાનો
એક સુંદર આકાર રચાઈ જશે
મારી ચારેબાજુએ વીંટળાઈ વળશે કેટલાયે હસતા ચહેરા;
હું લહેરથી જીવ્યા કરીશ.
.
.
– પ્રતિમા સેનગુપ્તા
(ભાષા: બંગાળી)
(અનુવાદ: જયા મહેતા)

Advertisements