સ્ત્રી

.
.
એ નદી છે.
એણે એને કહ્યું : સમુદ્ર :
આખી જીંદગી હું
મારી જાતને ઓગાળતી રહી
અને તારા તરફ વહેતી રહી
માત્ર તારે માટે
અને અંતે મારું
સમુદ્રમાં રૂપાંતર થઇ ગયું.
સ્ત્રીની સોગાત
આકાશ જેવી વિરાટ હોય છે
પણ તું તો
તારી ભક્તિમાં જ મચ્યો રહ્યો.
તને નદી થવાનો
અને મારામાં ઓગળી જવાનો
કદીયે વિચાર સરખો આવ્યો નહિ.
.
.
– હીરા બન્સોડે
(ભાષા: મરાઠી)
(અનુવાદ: રમેશ પટેલ)

Advertisements