અંગૂઠી

.
.
મારી અંગૂઠી રાજકુમારી
કોને માટે તે ચોરી લીધી?
ઝાકળભીની દુર્વાથી બનાવેલી ઘાટીલી
મારી અંગૂઠી
પિતૃશ્રાદ્ધ માટે બનાવેલી પવિત્ર અંગૂઠી
શાને માટે તે છુપાવી દીધી?
ભવિષ્યમાં જોવાના સ્વપ્નોથી ચળકતી
મારી અંગૂઠી
મારા સંતાનોના હાથમાં મુકવાની પિતૃક સંપત્તિ
રાજકુમારી
શા માટે તે બળજબરીથી છીનવી લીધી!
સજીધજેલી પાઘડીઓ
પરદેસી જુતાઓ
તાંબા-સોનાના પટ્ટાઓ
એ બધા તો તારે માટે રમકડા જ હતા ને?
આ બદનામ ગામમાં નદીને કિનારે
ઊગેલા ઘાસમાં મારા વંશના કોમલ અંકુરને
શાને માટે તે ચૂંટી લીધા, રાજકુમારી?
કોને માટે ને શાને માટે
તે ચોરી લીધી મારી અંગૂઠી
આ તરફ ગીત ગાતા એક ખેડૂતને
કદી તે જોયો છે.
એ ગીત તે સાંભળ્યું છે?
કે ન સાંભળવાનું નાટક જ કર્યું છે?
.
.
– અયપ્પ પણીક્કર
(અનુવાદ: ઉત્પલ ભાયાણી)
(ભાષા: મલયાલમ)

Advertisements