સ્તન્ય્સૂક્ત

 .
.
સ્તનાકાર આકાશ પર્વત સ્તનાકાર!
સ્તનાકાર ઊખળતા વાદળનો ભાસ!
.
.
સ્તનાકાર ફળો સ્તનાકાર કીકી
પ્રસ્ફુટતી કળીઓ સ્તનાકાર!
સ્તનાકાર સંતુ પાલુનો ઘૂમટ
ઊમટનારો ઉદગાર સ્તનાકાર!
ગુહ્યો સ્તનાકાર ગુહા સ્તનાકાર
ગુહાનો તપસ્વી અંધકાર સ્તનાકાર
સર્વ હૃદયો સ્તનાકાર
ચિંતા સ્તનાકાર ચિતા સ્તનાકાર
સ્તનાકાર અગ્નિશિખા સ્તનાકાર જગત
સ્તનાકાર બ્રહ્મ!
.
.
– વિંદા કરંદીકર
(ભાષા: મરાઠી)
(અનુવાદ: જયા મહેતા)

Advertisements