જવું જ છે ને?

.
.
જવું જ છે ને? તો જા સત્વર.
મધુરજનીની માફક ટહેલતી રહી કરીશ નહીં અંતર કાતર.
અને ફરી કોઈ વાર અહી આવે ત્યારે,
ભૂલી આવજે તારી નાનીશી ઘડિયાળ ભૂલી આવજે મિનિટોનું પંજર.
ભૂલી જજે સફાઈ પ્રસાધનોની
અસ્ત્રીની અને ટાપટીપની ભૂલી આવજે તારી નીતિ નાગર.
ભૂલી આવજે વેણીમાંનો ગજરો
ભુલાજે મુલાયમ રેશમી કોર, તારા કીણકીણતાં સુવર્ણ કંકણ.
વીસર સખી ગતીવાચક ભાષા
ભૂલી જા ભૂલી જા પેલા કાળવાચકો-જલદી, તાબડતોબ, વહેલા, ઝટપટ.
વીસર સાંજ ને દીવાબત્તી સમય
ઉત્તર ધ્રુવ પર રાત આવે તેમ આવજે આવરણ નાખતી ગૂઢ મનોહર
પ્રશાંત સાગરલહેરોની માફક
કંપિત આતુર અંતર ઢાંકતી ધીમી ગતિએ આવ મદમંથર.
.
.
– વસંત બાપટ
(ભાષા: મરાઠી)
(અનુવાદ: વસંત જોશી)