સૂનું સ્ટેશન


.
.
ખડક જેવો દેખાતો અચલ, મહાકાય કાચબો હળવા માંડે
તેમ ગાડી ચાલી અને અચાનક એને સેંકડો હાથ ફૂટ્યા,
જેમાં સચવાયેલો પ્રેમનો તરફડાટ
પ્લેટફોર્મ પર હાલતા હાથને સ્પર્શ કરવા માંગતો, આતુર.
.
.
મેં હળવેકથી મારો હાથ છોડાવ્યો.
અને અસહાય ઊભો રહ્યો, એને ગાડીને સ્વાધીન કરી,
ત્યારે મારો હાથ પણ હલતો હતો.
દેહથી વિખૂટા પડેલા તરફડતા માથા જેવો.
.
.
પછી પ્લેટફોર્મ બોલાતું હતું અસંબદ્ધ વાક્યો,
આવનારી-જનારી ગાડીઓની માહિતીના.
જોકે મારે માટે તો બહારનું શહેર પણ હતું સાવ ઉદાસ,
રસ્તાઓ હતા પણ એ પાછા વળવા માટે નહોતા.
.
.
– વસંત આબાજી ડહાકે
(ભાષા: મરાઠી)
(અનુવાદ: નલીની માડગાંવકર)

Advertisements

One thought on “સૂનું સ્ટેશન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s