એક ક્ષણ ચિત્ર

.
.
સભર સભર બે ઘડૂલા
ઉપવનભર છલકાયા;
ભીંજેલા બે નયન
નિમિષમાં મધથી મલકાયા.
અમલ કમલ બે કળીઓ
મધુગંધ થકી ઊભરાઈ;
રસવિલોલ સ્વર ગુંજારવ
સમયોચિત રહે ગાઈ.
સ્મરવિહવલ બે માનસ
સણકીને ઝણઝણ્યા;
ફરફરતી આ સાંજે
પાન પાન રણઝણ્યા.

.
.

 – બા. ભ. બોરકર
(ભાષા: મરાઠી)
(અનુવાદ: સુરેશ દલાલ