પોલાદ

.
.
જક્કી તેના પોલાદના
હોઠ પર ક્યારેક
નીલકમલ જયારે ખીલે છે
સ્પષ્ટ તેની એક પાંખડી પર
સૂચ્ય્ગ્ર જેટલું
રક્તબિંદુ જે દેખાય –
તે મારું.
.
.
ઉત્સવ તે મારો –
જાજઈને કહો તેણે
પોલાદના ચપોચપ ભીડાયેલા બંદોબસ્તને ભેદીને.
.
.
– પુ. શિ. રેગે
(ભાષા: મરાઠી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements