ઘડિયાળ

.
.
બંધ પડેલી ઘડિયાળ
દિવસમાં બે વાર
અચૂક સમય બતાવે છે.
.
.
તે વખતે તું અને હું
– બે વૃદ્ધ જુવાનિયાં –
હાથમાં હાથ લઈને બેસીએ.
.
.
તારી ભસ્મી ભૂખરી રાખોડી આંખોને
હું મારી આંખો આપીશ.
ચીથરાયેલા હોઠને મારા હોઠ.
.
.
તું બોલશે નહિ
તે મને સમજાઈ ગયું હશે;
બોલીશ તે હું જ બોલીશ.
.
.
– પુ. શિ. રેગે
(ભાષા: મરાઠી)
(અનુવાદ: સુરેશ દલાલ)