કરાર

.
.
કરારમાં બે પ્રકારની શરતો હતી
કરાર તેણે અને મેં કર્યો હતો
અને એમાં બે પ્રકારની શરતો હતી:
પહેલી: એ ગમે ત્યારે ભાંગી શકે
બીજી: હું કદી ન ભાંગી શકું.
અમે અમારા સોગંદ લીધા
અને એ સાક્ષીરૂપે શિખરોમાં પડઘાયા.
અમે પવનની પથારી કરી
અને અમારા ઉપર સિતારાની ચાદર ઓઢી લીધી
અને આવું તો કંઈકેટલુંયે વિશેષ હતું, ખૂબ ખૂબ હતું.
પણ હજી સુધી એને એના તરફથી આ સોદાબાજીને
સાચવી નથી.
હવે મારે બીજી શરતનું શું કરવું?
શું કરાર એ માત્ર કરાર છે?
.
.
– પુ. શિ. રેગે
(ભાષા: મરાઠી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements