ઠગ

.
.
મારો ભવ તારે ચરણે
તારું રૂપ મારે નયણે
એકમેકમાં ભળી ગયા
જન્મોજન્મથી હળી ગયા
છૂટકો નથી અરે ક્યાંય હવે
જીવવાનું છે ભવે ભવે.
.
.
શાને તોડી મારી માયા
હું તો તારે ચરણે, રાધા.
તું તો મને ઓળંગી ગયો
પણ તું તો મારે હૃદયે રહ્યો.
.
.
નામદેવ કહે છે: હે ચતુરસુજાણ
કોને ઠગ્યા છે કોના પ્રાણ?
.
.
– નામદેવ
(ભાષા: મરાઠી)
(અનુવાદ: સુરેશ દલાલ)