વિસ્મરણમાં લખેલી પ્રેમકવિતા

.
.
વર્ષોના વર્ષો પાછળ ગયો ઓટ પામતો પોતાનામાં
અને યાદ કરવા ગયો ત્યારનાં એકમેકને
કદાચ વરસાદ પડતો હશે વર્ષોના વર્ષો પહેલાં
કદાચ વર્ષોના વર્ષો પહેલાં હશે સ્થિર બપોર
પ્રસંગની રેખાઓ સ્પષ્ટ છે પણ અસ્પષ્ટ
છું હું જ વર્ષોના વર્ષો પહેલાં કદાચ હું જ નહીં હોઉં
કદાચ હું હું જ નહીં હોઉં હવે ખૂબ વર્ષો પછી
કદાચ હું ને હું જ સમાન્તર તું ને તું જ સમાન્તર
વર્ષોના વર્ષો પહેલાંના જ રસ્તા, ગલીઓ, સમુદ્રકિનારા
અને હૃદયમાં અતિશય નાનું એક સૂક્ષ્મ અંતર
જીભ ઉપર જીવંતપણાનો જે ટકી રહેલો સ્વાદ
તે નહોતો મીઠો, નહોતો કડવો, નહોતો તીખો કે ખાટો
વર્ષોના વર્ષો પહેલાં હસતી ને તરલ ઇંટોથી
આપણે રચતાં હતાં એકમેકની આ જ તિરાડ વિનાની કબર.
.
.
– દિલીપ ચિત્રે
(ભાષા: મરાઠી)
(અનુવાદ: જયા મહેતા)

Advertisements