આકાશ જેવો


.
.
તેની પ્રીતિની તે ગીચોગીચ મેઘમાળા
તે બેફામ ઝંઝાવાત
તે અપર્ણાની તપસાધના અને તે
ભાવફૂલોનો પુંજ.
.
.
દશે દિશાના હાથેથી આ બધું
તેણે તારાં પર ઓવાર્યું અને તે શૂન્યા
અંજલીમાં મુખ લપાવીને ઊભી રહેલી
ઉત્કટ
એક ધગધગતા પ્રશ્નચિહ્ન જેવી!
.
.
તેણે જયારે ઉપર જોયું ત્યારે તે બધુય
તેના પર જ વરસતું હતું:
તે ઘનઘોર વરસાદ તળે તે બુઝાતી હતી,
ઘૂંટતી હતી અને કહેતી હતી,
‘આવો કેવો તું આકાશ જેવો?’
.
.
– ઇન્દિરા સંત
(ભાષા: મરાઠી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements

One thought on “આકાશ જેવો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s