ક્યાં જશો ?


.

.

ટેરવામાં ફૂટતી કૂંપળ હશે તો ક્યાં જશો ?

સંઘરેલી ભીતરે ઝાકળ હશે તો ક્યાં જશો ?

 

સાત સાગર આપ છોડીને જવાના દૂર પણ;

પાંસળી વચ્ચે નદી ખળખળ હશે તો ક્યાં જશો ?

 

ઓળખીતો એક છે માણસ ફક્ત તે શહેરમાં;

બારણે તેના અગર સાંકળ હશે તો ક્યાં જશો ?

 

સત્યના રસ્તા ઉપર તો આપ કેવળ એકલા;

આપની ચારે તરફ જો છળ હશે તો ક્યાં જશો ?

 

આ કુહાડીથી તમે કાપી શકો છો ઝાડ પણ;

કાળજામાં ઊગતો બાવળ હશે તો ક્યાં જશો ?

 

જ્યાં જવાના આપ ત્યાં પાછળ ભલે આવે નહીં

એક ડગલું આ ગઝલ આગળ હશે તો ક્યાં જશો ?

.

.

-જિજ્ઞેશ વાળા

Advertisements

One thought on “ક્યાં જશો ?

 1. સાત સાગર આપ છોડીને જવાના દૂર પણ;
  પાંસળી વચ્ચે નદી ખળખળ હશે તો ક્યાં જશો ?…..આ પંક્તિ તારા માટે છે
  અને..
  સત્યના રસ્તા ઉપર તો આપ કેવળ એકલા;
  આપની ચારે તરફ જો છળ હશે તો ક્યાં જશો ?…..આ પંક્તિ મારા માટે છે.
  સરસ ગઝલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s