જળ સરોવર


.

જળ સરોવર પાળ છોડીને નીકળ,

જીવ તું જંજાળ છોડીને નીકળ.


તારું પણ અસ્તિત્વ સાબિત થઈ જશે,

ગર્ભમાંથી નાળ છોડીને નીકળ.


લક્ષ્ય સુધી પ્હોંચવું દુષ્કર નથી,

પંખી તું આ ડાળ છોડીને નીકળ.


આંગણે એનું થયું છે આગમન,

તું હવે પરસાળ છોડીને નીકળ.


વિસ્તરે “નાદાન” સમજણ તે પછી,

આ બધી ઘટમાળ છોડીને નીકળ.


-દિનેશ ડોંગરે “નાદાન”

Advertisements

6 thoughts on “જળ સરોવર

 1. આંગણે એનું થયું છે આગમન,

  તું હવે પરસાળ છોડીને નીકળ…સરસ ગઝલ. આ શેર વધુ ગમ્યો.

 2. વાહ.. મસ્ત મજાની સરળ છતાં ય ગહન રચના..

  આ પંક્તિ સોંસરવી ઉતરી ગઈ..

  તારું પણ અસ્તિત્વ સાબિત થઈ જશે,

  ગર્ભમાંથી નાળ છોડીને નીકળ.

  વાહ!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s