.
.
તે અને મેં આપણા અણગમાઓની ચર્ચા કરી,
કેટલીક બાબતો ધીક્કારવામાં આપણે સરખા ઊતર્યા
અને દુશ્મનો વિશેના આપણા વિચારો પણ સરખા નીકળ્યા
કેટલું બધું સમીપનું સખ્ય લાગ્યું આપણા બે વચ્ચેનું!
તને હોટેલ તાજ, દહીંવડા અને કુટુંબે ગોઠવી આપેલા લગ્ન ગમતાં નથી,
એ જાણી હું હરખાઈ,
અને માપ વગરના કોથળા જેવા મારા કુર્તામાં
માઈનસ ફોરનાં ચશ્માં સાથે મને વૈતરું કરતી જોઈ
તું ખુશ થયો.
તે કહ્યું, ‘રૂપાળી છોકરીઓને તું ધિક્કારે છે
તેઓ રસહીન, મૂરખી અને ચિબાવલી હોય છે.’
મેં કહ્યું, ‘અને રૂપાળા છોકરાઓ?
આફતના પડીકા જેવા હોય છે તેઓ,
કાનની નીચે સુધી ખેંચેલી લાંબી કટ કરાવે છે બબૂચકો
અને નથી પડતો એમનો કોઈ પ્રભાવ.’
તે કહ્યું, ‘ચાલ, આપણે પરણી જઈએ
જહન્નમમાં જાય દુનિયા.’
.
.
– મમતા કાલિયા
(ભાષા: ભારતીય અંગ્રેજી)
(અનુવાદ: મહેશ દવે)
“જહન્નમમાં જાય દુનિયા”..એવું કહેવામાં આવે..સમજવામાં આવે ત્યારે જ લગ્ન સફળ થાય. કારણ કે ત્યાં પોતાની વ્યક્તિનું સૌથી વધારે મહત્વ છે અને બાકીની દુનિયાની બાદબાકી છે.
પણ જ્યાં બાકીની દુનિયા જ મહત્વની હોય ત્યાં લગ્ન જહન્નમ થઈ જાય છે.
સરસ કાવ્ય.