નશો છે પ્રેમનો એવો


.
.
નશો છે પ્રેમનો એવો,
નશો કાયમ આ રહેવાનો
નસોમાં લોહીની સાથે
સદા એ મસ્ત વહેવાનો –
.
.
કહે છે પ્રેમની દીવાનગી,
જેને બધા લોકો
હકીકતમાં તો છે મોકો,
એ મનની વાત કહેવાનો –
.
.
થઈને પૂર, બે કાંઠે
વહી જાય છે નિત્યે
ઢળે છે ઢાળ જોઇને
ભલા ક્યાંથી તમે રોકો?
સ્વભાવે પ્રેમ છે, આઝાદ
ના, બંધન એ સહેવાનો –
.
.
નયનના કેફ જોતા, બેઉ જન તૈયાર લાગે છે
તને ચાહું છું – એ કહેતા, છતાં એ, વાર લાગે છે
હૃદય ધબકારને શબ્દોમાં મુકવો, ના સહેલો છે
ધડકતા દિલ ઉપર, બીજા તણો અધિકાર લાગે છે
નજરના જામ પી, ઝૂમે છે આહિક,
આપ જેવાનો –
.
.
– તુષાર શુક્લ

Advertisements

2 thoughts on “નશો છે પ્રેમનો એવો

  1. કહે છે પ્રેમની દીવાનગી,
    જેને બધા લોકો
    હકીકતમાં તો છે મોકો,
    એ મનની વાત કહેવાનો -…..ખૂબ સરસ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s