મને તો આમ નફરત છે


.
.
તમારા સમ તમારાથી મને તો આમ નફરત છે,
નહિ પૂછો મને એ વાત, કારણ સાવ અંગત છે.
.
.
કરી લીધો કોઈએ યાદ, મુજને એ ગનીમત છે,
નહિતર યાદ કરવાની કોઈએ શી જરૂરત છે.
.
.
મને વિશ્વાસ છે મારી રીતે મારા ઉપર મિત્રો,
કે એ આવ્યા નથી મળવા મને એ જુદી બાબત છે.
.
.
અચાનક ઊંઘથી જાગી જઈને દ્વાર મેં ખોલ્યા,
તમારા પ્રેમમાં તો ખ્વાબ પણ જાણે હકીકત છે.
.
.
વીતેલી કોઈ વાતો યાદ હું કરતો નથી એ તો,
કોઈનું નામ લેવાની મને તો સહેજ આદત છે.
.
.
સહનશક્તિની વાતો નાં કરો ‘કૈલાસ’થી મિત્રો,
પુરાવો એ જ છે સહુથી હજી અમને મહોબત છે.
.
.
– કૈલાસ પંડિત

Advertisements

2 thoughts on “મને તો આમ નફરત છે

  1. જનાબ કૈલાસ પંડિતની સંવેદનાસભર ગઝલ – હંમેશની જેમ.
    મક્તા-એ-ગઝલ બહુજ ખાસ રહ્યો……
    સલામ એ ગઝલના કસબીને……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s