પથ્થર રહ્યો કે હેમ રહ્યો?


.
.
ઘસારા લાખ થયા તોયે પહેલા જેમ રહ્યો,
હવે કહો કે હું પથ્થર રહ્યો કે હેમ રહ્યો?
.
.
હતી સરસ બહુ સંગત, બૂરો એ કેમ રહ્યો?
તમારા રૂપની સાથે જ મારો પ્રેમ રહ્યો.
.
.
મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
.
.
તમે જે હસતા હતા, મારા ચીંથરેહાલ ઉપર,
જુઓ કફનનો આ અકબંધ લિબાસ કેમ રહ્યો?
.
.
ઘણા વર્ષો પછી આવો સવાલ પૂછું છું,
કે હું શિકાર તમારો રહ્યો કે નેમ રહ્યો?
.
.
મેં તેથી સારા થવાની જરા કીધી કોશિશ,
મને એ જોઈ રહ્યા છે, મને એ વહેમ રહ્યો.
.
.
સંગાથી શાયરો આગળ વધી ગયા કેવા?
જુઓ ‘મરીઝ’ જેવો હતો એ એમ રહ્યો.
.
.
– મરીઝ

One thought on “પથ્થર રહ્યો કે હેમ રહ્યો?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s