ખળખળ નદી હતી


.
.
ભીનાશ એની આંખને, ઘેરી વળી હતી,
મારા વિશેની લાગણી, ભૂલી પડી હતી.
.
.
બોલ્યો હઈશ ઊંઘમાં, તે સાંભળી હતી,
એ વાત શાયદ દ્વારને, ભીંતે કહી હતી.
.
.
છુટા પડ્યાથી લાગણી, પૂરી થતી નથી,
ભૂલી જવાની વાત તો, તે પણ કરી હતી.
.
.
તારા અબોલા એટલે સુકાયેલું તળાવ,
તારું અમસ્તું બોલવું, ખળખળ નદી હતી.
.
.
પંખી બધાંયે સામટાં, ઊડી ગયાં પછી,
એકાદ ડાળી વૃક્ષની, તૂટી પડી હતી.
.
.
– કૈલાસ પંડિત

Advertisements

2 thoughts on “ખળખળ નદી હતી

 1. જનાબ કૈલાસ પંડિતની જાનદાર અભિવ્યક્તિસભર ગઝલ પોસ્ટ કરી આપે…-આભાર.
  બહુજ ગમી,એમાંય આ શેરનાં સરળ અને બોલચાલની સહજ ભાષામાં થયેલી રજૂઆતના શબ્દો ચોટદાર કહી શકાય એવા…..
  છુટા પડ્યાથી લાગણી, પૂરી થતી નથી,
  ભૂલી જવાની વાત તો, તેં પણ કરી હતી…..!
  સો સો સલામ એ ગઝલના કસબીને.
  .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s