મને શાનું દુઃખ?


.
.
મારી અંદર જ રહેવા છતાં
અજ્ઞાત રહેવું તારે માટે શક્ય બન્યું છે,
કારણ કે;
મેં તને પૂર્ણપણે પામી લેવાનો પ્રયત્ન જ નથી કર્યો.
કોઈને સંપૂર્ણ ઓળખી લેવાનું શક્ય નથી એ તો જાણે ઠીક;
પણ, કોઈને આમ પૂરેપૂરા ઓળખી લેવામાં મજા પણ શી?
નિત્યનૂતન, નિત્ય રહસ્યમય વ્યક્તિત્વની ગોપિત સુંદરતા
પ્રગટ કરતા વધુ મનમોહક હોય છે.
અને એટલે જ
ઓળખવા છતાં પાણી નહીં શકવાનું મને દુઃખ નથી.
અધૂરપની મધૂરપ આને જ કહે છે!
પ્રત્યેક ક્ષણે ખૂલે એક નવી જ પાંખડી
તારા વ્યક્તિત્વ-ફૂલની;
ને હું એના પમરાટને માણ્યા કરું મારા સમગ્રમાં!
હવે મને તને પામી ન શકયાનું દુઃખ ન થાય,
એમાં શક ખરો?
સુવાસને પામનાર પુષ્પને પામી નહીં શકવાનો
અહેસાસ ન કરે. કારણ;
ફૂલમાં સુવાસ નથી, સુવાસમાં ફૂલ છે.
ને એટલે જ;
મારી અંદર જ રહેવા છતાં
તારા અજ્ઞાત રહેવાને હું જાણી શક્યો છું
ને એટલે જ એને માણી પણ શક્યો છું.
હવે મને શાનું દુઃખ?
.
.
– તુષાર શુક્લ

Advertisements

2 thoughts on “મને શાનું દુઃખ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s