તેથી તો


.
.
ચાહે મને તું તેથી તો હું થયો કવિ.
મારું આ રૂપ – એ તો તારા પ્રેમની છવિ.
મારાં માની લંબાવ્યો હાથ,
આકાશ, પવન, પ્રભાત-સાથ,
વિદાય વેળા સંધ્યા-તારા, ઊગતો અરુણ રવિ,
તું ચાહે તેથી સહુ મને ચાહે મળી મળી.
.
.
હું પોતે પણ છૂપ્યો હતો તારા જ પ્યારમાં
મારી આશા પ્રગટ થઇ સહસા તું આવતાં
તું જ મારી ભીતર આવી,
સૂનકારમાં બંસી બાજી.
.
.
મારી પૂજા સાધન, સહુ તારા પ્રાણનો હવિ,
મારી વાણી, જયમાળ, રાણી! સહુ તારું સખી.
.
.
ચાહે મને તું તેથી તો હું થયો કવિ.
મારું આ રૂપ – એ તો તારા પ્રેમની છવિ.
.
.
– નજરુલ ઇસ્લામ
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલીની માડગાંવકર)

Advertisements

One thought on “તેથી તો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s