મહા નારીપાશ


.
.
એક વાર ભગ્ન જુઠી પૃથ્વીના હાથમાંથી છૂટી ગયા પછી હું
ચાલ્યો જઈશ ક્યાંક સોનેરી મેઘાલોકે;
તોયે તારા દેહમાં રહી જઈશ, રહી જઈશ, નારી,
દેહની અંદર પ્રાણે, પ્રાણની અંદર મનોલોકે.
.
.
કઠોર આઘાત પામી અંધારામાં શીખાની જેમ
ધાતુની અંદરથી જાગી ઉઠીશ હું
એ જ વ્યથા અને એ જ અંધકાર પૃથ્વીધાતુને
છોડીને દૂર ગતિ કરવાની ઇચ્છાવાળા
પ્રકાશની જેમ પ્રગટીને હું સૂર્યમાં ઊડી જઈશ;
ભળી જઈશ તારાઓની ભીડમાં;
દેહ નહીં, પ્રાણ નહીં, મન નહીં અમાપ આભા વડે
પ્રાણ મન દેહ થઇ જઈશ હું તારા શરીરમાં.
.
.
– જીવનાનંદ દાસ
(ભાષા: બંગાળી)
(અનુવાદ: ભોળાભાઈ પટેલ)

2 thoughts on “મહા નારીપાશ

  1. દેહ નહીં, પ્રાણ નહીં, મન નહીં અમાપ આભા વડે
    પ્રાણ મન દેહ થઇ જઈશ હું તારા શરીરમાં…..
    ખૂબ સરસ.

Leave a comment