અલગ અલગ લાગે


.

.

અસર સવારની સૌ પર અલગ અલગ લાગે,

કે રોજ રોજ મને ઘર અલગ અલગ લાગે.

 .

ડૂબી જવાય છે ત્યારે જુદો જ લાગે છે,

તરી શકાય તો સાગર અલગ અલગ લાગે.

 .

અમારી પર તો નજર ફક્ત એક જણની છે,

છતાં દરેક જગા ડર અલગ અલગ લાગે.

 .

કદાચ હોઈ શકે એ ક્ષણોનું કાવતરું,

બધા જ શ્વાસ સમયસર અલગ અલગ લાગે.

 .

સ્વભાવ જેનો જીવનમાં કદી ન બદલાયો,

બધી ગઝલમાં એ શાયર અલગ અલગ લાગે.

 .

.

– ભાવેશ ભટ્ટ

3 thoughts on “અલગ અલગ લાગે

  1. વાહ… આજે આ સાઇટ ઉપર અનુદિત કાવ્યના બદલે ગઝલ?? પવન બદલાઈ ગયો કે શું?

    મસ્ત મજાની ગઝલ… બધા જ શેર ઉત્તમ.. એક ‘સમયસર’ વાળો શેર ન સમજાયો…

  2. સ્વભાવ જેનો જીવનમાં કદી ન બદલાયો,
    બધી ગઝલમાં એ શાયર અલગ અલગ લાગે.
    ( ભાવેશ ભટ્ટ ) waah !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s