અલગ અલગ લાગે

.

.

અસર સવારની સૌ પર અલગ અલગ લાગે,

કે રોજ રોજ મને ઘર અલગ અલગ લાગે.

 .

ડૂબી જવાય છે ત્યારે જુદો જ લાગે છે,

તરી શકાય તો સાગર અલગ અલગ લાગે.

 .

અમારી પર તો નજર ફક્ત એક જણની છે,

છતાં દરેક જગા ડર અલગ અલગ લાગે.

 .

કદાચ હોઈ શકે એ ક્ષણોનું કાવતરું,

બધા જ શ્વાસ સમયસર અલગ અલગ લાગે.

 .

સ્વભાવ જેનો જીવનમાં કદી ન બદલાયો,

બધી ગઝલમાં એ શાયર અલગ અલગ લાગે.

 .

.

– ભાવેશ ભટ્ટ