માધવ નામ

.

.

મને કોણે કહ્યું
સખી કોણે કહ્યું
શ્યામનું તે નામ મને કોણે કહ્યું?
નામ કાને પડ્યું ને મારું હૈયું વીંધાયું,
રે, મારું આ મન કેવું વ્યાકુળ થયું – શ્યામનું.
ખૂટી ખૂટે નહીં એવી મધુરતા શ્યામના તે નામમાં
કેવી આ ઘટના
કે એની આ રટણાંમાં
હું કોઈનીયે નહીં કે કોઈનાયે કામમાં
અંગ અંગ ઊમટે છે એટલો ઉમંગ
કે થશે ક્યારે એ સંગ
મને એવું એવું થાય
કે વાંસળીની પાછળ મારું હૈયું વહી જાય
મારું હૈયું જાય વહ્યું. – શ્યામનું.
નામમાં જો આટલો જાદુ ભયો
તો એને સ્પર્શ કહોને શું થાશે?
એને જોતાવેંત ભોળી કિશોરીના
હૈયું નહીં હાથમાં સમાશે.
ભૂલવા માગું છું
પણ ભૂલ્યું ભૂલાય નહીં
મારા મનમાં માધવનું નામ રહ્યું તે રહ્યું. – શ્યામનું.
.
.
– ચંડીદાસ
(ભાષા: બંગાળી)
(અનુવાદ: સુરેશ દલાલ)