હજી પણ

.
.
હજી પણ તું મારા મનમાં આવનજાવન કરે છે.
ઉપવનની લીલાશની જેમ તારું સુંવાળું અસ્તિત્વ
નિયત સમયે મારા મનમાં તરે છે, તરવરે છે.
જાણે કે ભૂરી કાળાશ ક્રમશઃ ઊજળી થતી જાય છે
વસંતના આકાશની સમક્ષ. હું ખૂંચવી લઉં છું.
.
.
તારા ચહેરામાંથી મારા એકાદ દિવસનું શૈશવ.
હું અત્ર તત્ર સર્વત્ર મારા પ્રેમનું નિવેદન કરું છું.
શા માટે તું દરરોજ આવે છે?
મારા હૃદયના અંધકારમાં
શા માટે તી નિર્ભય દિવ્ય જ્યોત પ્રકટાવે છે?
.
.
– આશિષ સન્યાલ
(ભાષા: બંગાળી)
(અનુવાદ: હિતેન આનંદપરા)

Advertisements