શબ્દામૃત

.
.
મનમાં મનમાં જે કઈ હતી,
એ બધી વાત તને કહી નથી;
બધી વાત જો કહી દઉં તો,
રાત આખી કોને પ્રેમ કરું.
.
.
સવારે રાતનો કાગળ ફાડી
બધી વાતના ભુક્કેભુક્કા કરું છું;
તારાથી આકાશ ભરાઈ જાય ત્યારે
ફરી પાછું વાતોથી ઘર ભરું છું.
.
.
કોઈ દિવસ તને ન મેળવું –
મારા બે હાથ લંબાવવા છતાંય
એના કરતાં તું છે એ જ સારી
વાતો વડે સ્પર્શું અણુએ અણુ.
.
.
– અરવિંદ ગુહા
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલીની માડગાંવકર)