પત્ર


.
.
પ્રેયસીનો પત્ર પોસ્ટમેને આપ્યો.
ભૂરા કવરની અંદર બંધ પત્ર.
હાથમાં પત્રનો રંગ, અક્ષરોનો રંગ, પંક્તિના વળાંક
વેદના, આનંદ…બધું જ
પરંતુ આ બધું મળતા પહેલાં જ
હાથની પકડમાંથી ઉડી ગયો પત્ર.
દોડીને પકડું એ પહેલાં જ સમયે એને ખૂંચવી
ઊંચે ઉડાડ્યો મારી પહોંચી બહાર
ઊંચે ને ઊંચે ઊડતું કવર ખૂલી ગયું.
પત્ર બહાર આવ્યો, ગાડી ઊકલી, એ છવાઈ ગયો.
ક્યાંક વૃક્ષ બનીને, ક્યાંક નદી, ક્યાંક સાગર, ક્યાંક મેદાન,
સમગ્ર આકાશમાં ફેલાયો…
એની નીચે બેઠા છીએ અપલક આંખે
અમે અનેક પ્રેમીઓ – તોલે વળીને.
.
.
– અતીન્દ્રિય પાઠક
(ભાષા: બંગાળી)
(અનુવાદ: નલીની માડગાંવકર)

One thought on “પત્ર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s