ચાંદની મારા અસ્તવ્યસ્ત ખંડમાં


.
.
અમુક એક વ્યક્તિ સાથે એક દિવસ બહાર નીકળી પડી
ચંદ્રનો ફોટો ફોટો લેવા.
.
.
એક દિવસ ચાંદનીના ભરરસ્તાની વચ્ચે વેશ્યાને
મારપીટ કરતો કવિ પકડાયો.
.
.
એક દિવસ ખાલી ચંદ્ર અને ખાલીખમ શરાબની
બાટલીએ રાત બગડી અમથી વાહિયાતગીરીમાં.
.
.
એક દિવસ ચાની દુકાનમાંથી મેં લાલ ચંદ્રને
જોયો અને તરત જ કોઈકને બતાવ્યો, તો એ
બીજાને મને કોઈ પણ પ્રકારની શરત વિનાની
ચાંદનીના મેદાનમાં ફૂટબોલની સોગાત આપી.
.
.
એક દિવસ
જેને કેવળ રાતે જ લાલચટાક ફૂલ ફૂટે છે
એવા વૃક્ષના ચરણ તળે
બે ચંદ્રે સાથે મળીને ચકોર પક્ષીને માણ્યું
અને ચકોર પક્ષીએ જોયા: બે ચંદ્ર, બે ભાઈઓ.
.
.
એક દિવસ ચાંદનીના મેદાનમાં કૃષ્ણની ગાય ચરતી હતી
એને જોઇને, પ્રિયતમા રાધાએ, શરમાઈને માથાથી
નેપૂર સુધીનો ઘૂમટો તાણ્યો.
.
.
આ પહેલાં, એક દિવસ ચંદ્રે, ચિક્કાર યાતના આપી
અને સાંજના તારે છૂટાછેડાનો દસ્તાવેજ બતાવ્યો.
.
.
બીજા દિવસથી વરસાદ આવ્યો.
.
.
– અહાના બિશ્વાસ
(ભાષા: બંગાળી)
(અનુવાદ: સુરેશ દલાલ)

Advertisements

One thought on “ચાંદની મારા અસ્તવ્યસ્ત ખંડમાં

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s