મારા દેશમાં

.
.
મારા દેશમાં,
દરેક વેશ્યાનું નામ હોય છે :
સલમા, રુખસાના, હુસૈના, આલમઆરા,
અથવા કોઈ ઇસ્લામી નામ.
અને તે જુએ છે તમારી તરફ
જેમ કોઈ ઐતિહાસિક લુંટની ક્ષમા માગતાં,
હવે જાતે લુંટાઈ જવાની દાવત આપે છે.
.
.
હું દુષ્યંતના શહેરમાં
ગઝલો, દાદરા, સાંભળતો
હુસૈનાનો ખાસ્સો પરિચિત થઇ ગયો હતો,
મારાથી સ્વાભાવિક જ કહેવાઈ ગયું:
માત્ર ગાય છે
તો આ મુસલમાન છોકરીઓ.
એ સાંભળતાં જ
હુસૈના બોલી ઉઠી:
નહીં નહીં,
હું તો પંજાબની વેરાન જમુના છું.
તે રુકમણી અને પેલી મીરાં છે.
.
.
મેં જયારે કાલીદાસની નગરી
અલકા નામ સાંભળ્યું,
ધૂપ ચંદન રૂપથી ભરેલા,
એના કોઠામાં હું પહોંચ્યો.
એને મને વિદાય આપતાં
ધીરેથી કહ્યું
પાછો આવજે…
.
.
તે શામળી – સલોની છોકરી શકુંતલા,
અને પેલી
હું કોઠાના દાદર ઊતરતા બોલ્યો,
હું જાણું છું
એનું નામ જરૂર કમલા હશે,
મારું નામ સિદ્ધાર્થ,
મને બહુ ઉતાવળ છે
ઘરમાં યશોધરા અને રાહુલ,
મારી પ્રતીક્ષા કરી રહ્યા છે.
.
.
– સુતીંદરસિંહ નૂર
(ભાષા: પંજાબી)
(અનુવાદ: સુશી દલાલ)

Advertisements