હવે તું

.
.
હવે સાગરની જેમ છાતી પર
હવાના હાથમાં મારો લખેલો કાગળ પણ
વાંચે તોપણ
તું પાછો નહીં આવતો.
.
.
જો ક્યારેક તારાઓની પાસે
ચુપચાપ
ક્યાંક મારી વાત કાને પડે,
તોપણ તું નહીં આવતો.
.
.
રસ્તા પર ભટકતા પડછાયાઓ
કંઈ પણ ન કહે
ત્યારે પણ તું નહીં આવતો.
.
.
તારા મૂર્ખ મિત્રો
ક્યારેક મારી પ્રશંસા કરે
ત્યારે પણ તું નહીં આવતો.
.
.
આપણે પહેલી વાર મળ્યાં હતા
ત્યારે છવાયેલા હતા એવા વાદળ
ફરીથી છવાઈ જાય
ત્યારે પણ તું નહીં આવતો.
.
.
ક્યારેક ભૂલથી
તને મારી યાદ આવી જાય
ત્યારે પણ તું નહીં આવતો.
.
.
તને ખબર પડે
કે હું ગણી રહું છું છેલ્લા શ્વાસ
તોપણ તું નહીં આવતો.
હું મારું વતન જ નહીં પણ
મારો પ્રાણ પણ છોડી દઉં
તોપણ તું નહીં આવતો.
.
.
હવે તું ક્યારે પણ પાછો નહીં આવતો,
કારણ કે હું તને ભૂલવા નથી માગતી.
.
.
– મનજિત ટિવાણા
(ભાષા: પંજાબી)
(અનુવાદ: સુજાતા ગાંધી)