પ્રેમ અને પુસ્તક

.
.
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કોઈ અંતર નથી હોતું.
.
.
કેટલાક પુસ્તકોનું
મુખપૃષ્ઠ જોઈએ છીએ
ભીંજવે છે.
પાનાં ઉથલાવીને મૂકી દઈએ છીએ.
.
.
કેટલાક પુસ્તકો
તકિયા નીચે મૂકીએ છીએ.
અચાનક જયારે પણ આંખ ખૂલે છે
ત્યારે વાંચવા માંડીએ છીએ.
.
.
કેટલાક પુસ્તકોનો
શબ્દેશબ્દ વાંચીએ છીએ
એમાં ખોવાઈ જઈએ છીએ
ફરી પાછું વાંચીએ છીએ
અને આત્મામાં વસાવી દઈએ છીએ.
.
.
કેટલાક પુસ્તકોમાં
રંગ-બેરંગી નિશાની કરીએ છીએ
દરેક પંક્તિ પર વિચારીએ છીએ
અને કેટલાક પુસ્તકોના
નાજુક પૃષ્ઠો પર
નિશાની કરતા પણ ડરીએ છીએ.
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કંઈ અંતર નથી હોતું.
.
.
– સુતીન્દરસિંહ નૂર
(ભાષા: પંજાબી)
(અનુવાદ: સુજાતા ગાંધી)

Advertisements