કંઈ જ બન્યું નથી


.
.
આપણે સંભોગ કરી લીધો, બરાબર?
હવે આપણને જરૂર છે દુનિયાની.
.
.
મેં આળસભરી નજરે આજુબાજુ જોયું.
મારા ઉંહકારા, બીભત્સ શબ્દો, અમારું કશું જ નહિ
ગરોળીને જેમ ફર્યા કરે છે
દીવાલ ઉપર.
.
.
હસવું આવે એવું છે, નહીં?
.
.
મારું અર્ધનગ્ન શરીર
ઘૂમ્યા કરે છે ગોળ ગોળ
સીલીંગ પંખાની
સ્ટીલની ચળકતી આંખમાં.
.
.
એ દીવાલ તરફ ફરે છે,
પોતાની સાડી પહેરે છે.
કદાચ દીવાલો શરમાળ નથી
તેમની પીઠ દેખાડવામાં.
.
.
આપણે સંભોગ કરી લીધો, બરાબર?
હવે આપણને જરૂર છે દુનિયાની.
.
.
એ થોડુંક જ બારણું ખોલે છે,
જાણે કે સદીઓથી અમે એ પ્રમાણે રાખ્યો હતો
લહર માટે.
એ બારીઓને ખુલ્લી ફાટક ખોલી નાખે છે,
આમંત્રે છે આકાશને, પ્રકાશને, અને તેમની ગંધને
અને એ એના કેશ ઓળે છે,
અરીસામાં અમસ્તું જ જુએ છે.
એ એના કેશ ઓળે છે
જાણે કે કશું જ બન્યું નથી,
ખરેખર કશું જ બન્યું નથી.
જાણે કે અમે કોઈ જ દિવસ છોકરાંઓને ઘોંઘાટ સંભાળ્યો નો’તો
નીચે રસ્તામાં રમતા
રજાના દિવસે બપોરે.
.
.
જાણે કે કશું જ બન્યું નથી.
.
.
– સ્માઈલ (મોહમ્મદ ઈસ્માઈલ)
(ભાષા: તેલુગુ)
(અનુવાદ: દિનેશ દલાલ)

Advertisements

One thought on “કંઈ જ બન્યું નથી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s