આદર્શ પત્ની

.
.
હું મસ્જીદ છું.
એ મંદિર છે.
.
.
અમે અમારા દીકરાને જીસસ કહીએ છીએ.
.
.
અયોધ્યા અમારા માટે કદીય સમસ્યા ન હતી.
.
.
તે સમસ્યા ન હતી અમારા માટે,
પણ તેમને માટે હતી સમસ્યા.
.
.
તેઓ બોલ્યા
ને ઘવાઈ ગયું હતું મારું હૃદય.
તેઓએ જોયું
ને ઘવાઈ ગયું હતું મારું શરીર.
.
.
હું શીખી ગઈ બચાવવા મારી જાતને જખમોથી.
.
.
મેં છોડી દીધી મારી જ્ઞાતિ
ભૂલી ગઈ મારો ધરમ
ચાલી ખુલ્લામાં
સ્વપ્ન લઈને નવી જિંદગીનું.
.
.
પણ જાણતી ન હતી હું
કે તમને અનુસરે છે ધર્મ પડછાયાની જેમ
પરંપરા દોડે છે પાછળ કૂતરાની જેમ.

.
.
મેં મારા ગાળામાં ‘તાલી’ પહેરી ન હતી
મેં મારા ભાલ પર ‘બોતું’ લગાવ્યું ન હતું.
તેઓએ નિર્ણય કર્યો કે આ ભયંકર ગુનાઓ હતા.
.
.
ભાગવાનોમાંના એક તરીકે ગણ્યો નહિ મારા પતિને
પણ કર્યો એને મિત્ર
આને દુનિયાની વિચિત્ર ઘટનાઓમાં આવરી લીધી.
જે રીતથી જીંદગી તેઓ ઈચ્છે છે તેનાથી અમે રહીએ છે દૂર
ઝગડવું, દલીલો કરવી, નિત્યકર્મ પ્રમાણે સૂવું.
તેઓ સમજતા નથી અમારી જીંદગી
મળવું ક્યારેક ક્યારેક
જીવવું જુદા.
.
.
મને નથી જોઈતું નોબેલ ઇનામ
આદર્શ પત્ની થવા માટે.
.
.
– મહેજબીન
(ભાષા: તેલુગુ)
(અનુવાદ: દિનેશ દલાલ)

Advertisements