રાતરાણી

.

.

મા જશે પૌરાણિક કથા-વાર્તા સંભાળવા,
પિતા જશે ઉપલે માળે છાપરાની છત તળે.
નાનો ભાઈ, બાળક, હાલરડાની પ્રથમ પંક્તિ,
શરુ થાય એ પહેલાં સુઈ જશે.
દાદા સહેજ પંખો શરુ કરો એટલે નિંદ્રામાં સરી જશે,
અને એમની સાથે આખું ઘર પણ.
.
.
રાતે,
જયારે તમામ ફૂલો બીડાઈ જશે,
પછવાડે રાતરાણી મહેકશે,
અને હળવે હળવે સુગંધમાં મહોરશે.
.
.
મા પછી વળે ત્યાં સુધી
હું એકલી ઉંબરે બેઠી છું.
આવી પૂર્ણચંદ્રની રાતે,
મારા વહાલા, તને કદીયે મારો વિચાર આવ્યો છે ખરો?
.
.
– ગન્નાકોથન
(ભાષા: તમિળ)
(અનુવાદ: સુરેશ દલાલ)