એણે તેની સખીને શું કહ્યું

.

.

એક વાર તે કહ્યું હતું:
ચાલ આપણે જઈએ, ચાલ આપણે જઈએ
મોટા શહેરમાં આવેલા રંગબેરંગી મેળામાં.
.
.
તે દિવસે
ભલા વડીલોએ શુકનવંતા શબ્દો ઘણા કહ્યા હતા,
જતી વખતે મેળામાં.
.
.
પણ તે મને અવળે રસ્તે લઇ ગયો,
મને આપ્યા ગોફણ અને ઘૂઘરા,
ગભરાવી ભગાડવા પોપટો ને,
અને તાજાં પર્ણોનો ઘાઘરો.
જે તેને કહ્યું બહુ જ શોભે છે
તને,
.
.
અને તેના જુઠ્ઠાણાંઓથી
તેણે મારી અણમોલ નિર્દોષતા લઇ લીધી,
જે મારી માએ મારા માટે સાચવીને રાખી હતી.
અને હવે હું આવી છું.
.
.
– મતુરઇક્કાતઈયાત્તાર  મકન વેન્નાકન
(ભાષા: તમિળ)
(અનુવાદ: દિનેશ દલાલ)