અભિસાર


.

.

મધરાતે
તું જાય છે તારા પ્રિયતમને મળવા,
હળુંહળું
જાણે કે હવા પર ચાલતી હોય એમ.
.
.
તું તારા ઝાંઝરને હાથમાં જકડી લે છે
જેથી એ સ્હેજ પણ અવાજ ન કરે.
.
.
મધરાતના માળામાંથી જયારે ઘુવડ બોલે છે
ત્યારે તું ગભરાઈને તારા માથા પર જોઈ લે છે.
.
.
તારા પોતાના પગરવથી તું ચોંકી ઉઠે છે
અને ચીસ પડે છે : ‘કોણ છે?’
.
.
તારા શ્વેત વસ્ત્રોમાં
અને તારી પાતળી ત્વચામાં
ચાંદનીના પૂરમાં
તને કોઈ જોઈ શકે એમ નથી.
.
.
પણ, હે કન્યા!
તારા શરીરની સુગંધ
તારી ગતિની સાથે ફેલાય છે
અને એને તું કઈ રીતે છુપાવી શકીશ?
.
.
– નૂરી નરસિંહ શાસ્ત્રી
(ભાષા: તેલુગુ)
(અનુવાદ: સુરેશ દલાલ)

2 thoughts on “અભિસાર

  1. પ્રેમ છુપાયેલો છુપતો નથી.

    जब प्यार किया तो डरना क्या…प्यार किया कोई चोरी नहीं कि छुप छुप आहें भरना क्या…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s