પરાજિત

.

.

યાદ છે તને તે દિવસ જયારે તે સ્પર્શ કર્યો હતો મારા અધરોનો
લાલ બિંબના ફળ જેવા તારા અધરોથી
અને ચુંબન કર્યું હતું મને,
ત્યારે મેં તને મારો પ્રેમ સોંપ્યો હતો.
જેમ કે, રાજાની મહોર મરેલો પત્ર.
.
.
જયારે તે મારી શરમ દૂર કરી
અને મારા દેહને બાથમાં લીધો
ત્યારે મેં મારું હૃદય તારે શરણે ધર્યું.
જેમ કે, યુદ્ધમાં જીતાયેલું ગામ.
.
.
– નૂરી નરસિંહ શાસ્ત્રી
(ભાષા: તેલુગુ)
(અનુવાદ: દિનેશ દલાલ)

.

.

Advertisements