તેણે શું કહ્યું

.

.

મારી પાસે હતું, જેની તને આકાંક્ષા હતી,
સૌજન્ય
મૈત્રી
આદરભાવ
ઉપયોગીતા
સંસ્કાર
અને વિચારશીલ વલણ
બીજો પ્રત્યે.
.
.
મારી પાસે તે બધું જ હતું
આ પહેલાં:
જ્યારથી મેં આંખો ઠેરવી હતી
શીતલ-સભર નયનોમાં
આ સ્ત્રીનાં.
.
.
– નારિનાઈ
(ભાષા: તમિળ)
(અનુવાદ: દિનેશ દલાલ)

Advertisements