પ્રિયતમાએ શું કહ્યું

.
.
કૂકરેકૂક
કૂકડો બોલ્યો.
અને ચુકી ગયું એક ધબકારો મારું રાંક હૃદય,
કારણ નીચે આવીને પડી સવારની તલવાર.
મને જુદી કરવા મારા પ્રિયતમથી
વીંટળાયેલો મારા બાહુઓમાં.
.
.
– અલ્લુર નાન્મુલ્લાઈ
(ભાષા: તમિળ)
(અનુવાદ: દિનેશ દલાલ)