પ્રિયતમે શું કહ્યું – ૨

.
.
મારી પ્રિયતમા બે ચહેરાવાળી ચોર છે.
મધ્યરાત્રીએ
આવે છે સુગંધની જેમ
લાલભાલાવાળા સરદારની જંગલોવાળી ટેકરીઓમાંથી
મારી સાથે એકાકાર થવા.
.
.
અને પછી, તે ખંખેરી નાખે છે પાંખડીઓ
નિશાના જુદાં જુદાં ફૂલોમાંથી
અને પાછા ઓળે છે એના કેશ
નવા અત્તરોથી અને તેલોથી
જવા પરોઢિયે એના કુટુંબકબીલા પાસે
એક અજ્ઞાતનો જુદો જ ચહેરો લઈને.
.
.
– કપિલાર
(ભાષા: તમિળ)
(અનુવાદ: દિનેશ દલાલ)

Advertisements