પ્રિયતમે શું કહ્યું – ૧

.
.
શું મેં તારો વિચાર નો’તો કર્યો?
અને તારા વિશે વિચાર કરતાં
શું હું ફરી ને ફરી તારો વિચાર નો’તો કરતો?
અને છતાં, જેમ જેમ હું તારો વિચાર કરતો હતો
શું હું મુશ્કેલીઓમાં નો’તો મુકાયો.
દુનિયાદારીની અપેક્ષાઓથી,
જેથી મને કામ કરવું પડ્યું?
.
.
હે પ્રિયે, શું મેં તારો વિચાર નો’તો કર્યો,
અને મારી ઈચ્છા હશે ત્યાં સુધી તારો વિચાર કરીશ.
હું અહીંયાં મારો આવેશ સંતોષવા આવ્યો હતો,
જ્યાં સુધી આ વાસનાના પૂરે
એક વખત ભીની કરી હતી ઊંચા વૃક્ષની ડાળી
થતી પાતળીજ્યાં સુધી હું એણે નમાવી શકતો હતો, અને
ખોબો ભરી પાણી નો’તું પીધું
મારા આ બે હાથથી?
.
.
– ઓવૈયાર
(ભાષા: તમિળ)
(અનુવાદ: દિનેશ દલાલ)

Advertisements