સીતા

.
.
મારી વર્ગ-મિત્ર હતી સીતા.
એ અને હું કરતા મનન
મહાન નવું કાવ્ય રામાયણનું-
સત્યનારાયણ રચિત.
.
.
અમે જયારે પૂરું કર્યું, મેં એને પૂછ્યું,
એના વિચારમગ્ન નયનો જોતા:
.
.
‘તે આખી વાર્તા સાંભળી છે,
અનુસર્યા આપણે રામને
કાવ્યની ઝડપથી
પુરાણકાળના નિર્જન પ્રદેશમાં,
આપણે એમને મળ્યાં, ગયા એમની સાથે વનોમાં, જોયા
આપણે એમને
હણતા વૃક્ષ પાછળથી વાલીને,
અને લીધી અગ્નિ-પરીક્ષા પોતાની પત્નીની.
હવે તું મને કહે, તને ખરેખર
જીવવું છે સીતા જેમ, પત્ની વીરપુરુષ
રામની?’
.
.
ત્યારે મને સંભાળીને એ બોલી:
‘એમ, પથાભિ,
સીતા તો છે ટૂંક સાર
ભારતીય સ્ત્રીત્વનો.
એ એક સ્વપ્ન છે –
એના જેવું ભાગ્ય હોય
સીતા જેમ જીવવાનું.
પણ મારે સીતા થવું હોય તોપણ
મને કદીય થવું નથી રામની પત્ની.
કહે તો મને, તને પોતાને સાચે જ રામ થવું
ગમશે?’
.
.
‘શું કામ હું થાઉં, જયારે તને જ ન થવું હોય
રામની પત્ની તો?
મારી ઈચ્છા, કદાચ
રાવણ થવાની છે.
.
.
મારા દસે મુખેથી
હું ચુંબન કરીશ તારા અધરોને, તારા ચહેરાને, હું તને બાંધીશ
મારી વીસ આંખોની અનિમેષ દ્રષ્ટિથી.
હું તને મારા વક્ષ સાથે ભીડીશ
મારા સશક્ત વીસ બહુઓથી
અને તને હું મારી સાથે કરી દઈશ એક
એક મારા આલિંગનથી!
.
.
હવે,
સીતા મારી પત્ની છે.
.
.
– પથાભિ
(ભાષા: તેલુગુ)
(અનુવાદ: દિનેશ દલાલ)

Advertisements