એક સૂફી રોમાન્સ – ભાગ : ૪ – પ્રેમનો શબ્દ


.
.
તું તારા રતુંબડા હોઠથી બોલ : ઈશ્વર.
ખડખડતા બજારુ માર્ગો પર હું બનીશ શાંત આરસની અખંડ મૂર્તિ.
આ શરીર – હું જેના વડે મૃત્યુ પામી શકવાનો છું –
તેને યથાયોગ્ય બનાવી લઉં તારા ગાઢ સ્પર્શોથી.
તું તારા મૃદુ તપ્ત પ્રત્યંગ વડે મને આવકાર.
.
.
હું મરણને પામીને પેલી પાર પાછો ફરી જીવીશ.
ભવિષ્યમાં, કોઈ એક ભવિષ્યમાં.
તું તારા રતુંબડા હોઠથી બોલ : સિતાંશુ.
.
.
– સિતાંશુ યશશ્ચન્દ્ર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s